મારા ભોળા દિલ નો હાય રે શીકાર કરી ને Lyrics Gujarati Songs Lyrics
"Gujarati Songs" "Gujarati Songs Lyrics"


"મારા ભોળા દિલ નો હાય રે શીકાર કરી ને Lyrics" "Mara Bhola Dil No Haay Re Shikar Kari Ne Song Lyrics"


મારા ભોળા દિલનો હાયે રે શિકાર કરીને
ચાલ્યા ગયાં આંખોથી આંખો ચાર કરીને
બિમાર કરીને, મારા ભોળા દિલનો…

મેં વિનવ્યું વારંવાર કે દિલ સાફ કરી લ્યો
કંઇ ભુલ હો મારી તો એને માફ કરી દ્યો
ના ના કહી, ના હા કહી, મુખ મૌન ધરીને,
ચાલ્યા ગયાં આંખોથી આંખો ચાર કરીને
બિમાર કરીને, મારા ભોળા દિલનો…

એક બોલ પર એનાં મેં મારી જિંદગી વારી
એ બેકદરને કયાંથી કદર હોય અમારી?
આ જોઈને, ને રોઈને દિલ મારું કહે છે,
શું પામ્યા જિંદગી ભર આહ! કરીને?
ચાલ્યા ગયાં આંખોથી આંખો ચાર કરીને
બિમાર કરીને, મારા ભોળા દિલનો…

છોને થઈ તકરાર હજુ પ્યાર બાકી છે
બન્ને દિલોમાં પ્રેમની ઝંકાર બાકી છે,
સંસારનાં વહેવારનો વેપાર બાકી છે,
બન્ને દિલોનાં મળવા હજુ તાર બાકી છે,
અભિમાનમાં ફુલાઇ ગયાં, જોયું ના ફરીને,
ચાલ્યા ગયાં આંખોથી આંખો ચાર કરીને
બિમાર કરીને, મારા ભોળા દિલનો…


 

Gujarati Songs Lyrics - Gujarati Songs Lyrics in Gujarati Language - Melodious Gujarati Geet (Song) Collection - Gujarati Geeto - Gujarati Geet Lyrics - Gujarati Songs Lyrics Online - lyrics of Gujarati Songs - Mara Bhola Dil No Haay Re Shikar Kari Ne Song Lyrics shared at Songs Lyrics Ever.

Share: